અમરેલીઃ ખાંભાના કોટડા ગામના દલિત યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગત મોડી સાંજે ધારી પ્રાંત કચેરી સામે બસમાંથી ઉતરી ઝેરી દવા પી લેતા સારવાર માટે ધારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મધરાતે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન મોત થયું. મૃતકનું નામ લખમણભાઈ સારીકડા છે. 


કોટડા ગામમાં સાથળીની જમીનની માંગણી હતી. જમીન નહિ મળતા આપઘાત કરી જીવ  ગુમાવ્યો છે. દલિત ઇસમે આપઘાત કરી મોત વ્હાલું કર્યું છે. 


ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટતા નાઇટ કર્ફ્યૂના સમયમાં મોટો ઘટાડો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે નાઇટ કર્ફ્યૂ?

ગાંધીનગરઃ કોરોનાના કેસને લઇને રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવે રાજ્યના આઠ મહાનગરમાં જ નાઇટ કર્ફ્યૂ રહેશે. આઠ મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરોમાં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.


આઠ મહાનગરો સિવાયના શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવ્યું છે. લગ્ન અને મરણ પ્રસંગમાં નિયંત્રણ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં મહત્તમ 300 લોકો હાજરી આપી શકશે. નવી ગાઇડલાઇનમાં 19 નગરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી છે. જેમાં આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, ગોધરા, વિજલપોર(નવસારી), જેતપુર, કાલાવડ, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે.


કોરોનાના કેસ ઘટતા સરકારે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં બે કલાકનો ઘટાડો કરાયો છે. અગાઉ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યે શરૂ થતો હતો. મહાનગરો સિવાયના શહેરોને નાઇટ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.