Karnataka Hijab Row: કર્ણાટક હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ મામલાનો જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ કોઇ એવા કપડા, હિઝાબ અથવા ભગવો સ્કાર્ફ પહેરવો જોઇએ નહી. સુનાવણી દરમિયાન બેન્ચના અધ્યક્ષ ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ કહ્યું કે અમે સંસ્થાઓ ખોલવાનો આદેશ આપીશું. બધા લોકો શાંતિ જાળવી રાખો. જ્યાં સુધી અમે સુનાવણી કરી રહ્યા છીએ ત્યાં સુધી સ્ટુડન્ટ્સ ધાર્મિક વસ્ત્રો ના પહેરે. સોમવારે આગામી સુનાવણી થશે.


રાજ્યના ઉડુપી જિલ્લાની સરકારી કોલેજોમાં અભ્યાસ કરનારા કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિઝાબ પહેરીને ક્લાસમાં આવતા રોકવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીએ બુધવારે આ મામલાની તપાસ માટે સંપૂર્ણ બેંચની રચના કરી હતી. જસ્ટીસ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ જે એમ ખાઝી આ બેન્ચનો હિસ્સો છે. કર્ણાટક સરકારે મંગળવારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો.


કોર્ટની ટિપ્પણી બાદ કર્ણાટક સરકારના મંત્રી બી.સી. નાગેશે કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. હાઈકોર્ટના આદેશના આધારે આ મામલે આગળનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે શાળાઓ શરૂ કરવી જોઇએ. જો આવું થશે તો મને ખૂબ આનંદ થશે. જ્યારે કોઈ વચગાળાની રાહત મંજૂર કરવામાં આવતી નથી, ત્યારે દરેક સંસ્થાઓએ અધિનિયમની સૂચના મુજબ પોતાનો ડ્રેસ નક્કી કરવાનો અધિકાર છે. તે મુજબ શાળા ચાલવી જોઇએ.


 


Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક


Amazon Deal: Valentine’s Day માટે બેસ્ટ ગિફ્ટ, Redmi નો નવો લોન્ચ થયેલો ફોન ખરીદો માત્ર 10 હજારમાં


Surat : 'લગ્ન કરવાની લાલચ આપી તેણે મારી સાથે સંબંધ બાંધ્યો, તેની પત્ની સાથ આપતી'


LIC IPO: વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ LIC IPOને મંજૂરી આપી, હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ