Viral Video: ફટાકડા ફોડતી વખતે ઘણી કાળજી રાખવી પડે છે. આ દરમિયાન થોડી બેદરકારી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. બેદરકારીના કારણે અવારનવાર ફટાકડા ફોડનારા લોકો દાઝી જાય છે. તે જ સમયે કેટલીકવાર તે અન્ય લોકો માટે અકસ્માતનું કારણ બની જાય છે. દિવાળી દરમિયાન રસ્તાઓ પર ફટાકડા ફોડતી વખતે પસાર થતા વાહનચાલકો પણ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યા છે. આવા અનેક અકસ્માતો પણ થયા છે જેમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. આવી જ બેદરકારીનો એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ ડરામણા વીડિયોમાં એક વ્યક્તિની બેદરકારીને કારણે કંઈક એવું બને છે, જેને જોઈને તમે ડરી તો જશો જ પણ સાથે સાથે થોડી વાર હસી પણ લેશો. આ વ્યકિત તેના ઘરની છત પર રોકેટ સળગાવી રહ્યો છે. જો કે તે દરમિયાન રોકેટ થોડું નમી જાય છે અને તે જે દિશામાં જવું જોઈએ તેના બદલે અલગ દિશામાં ફંટાઈ જાય છે અને અન્યના ઘરમાં ઘૂસી જાય છે. 






રોકેટ બ્લાસ્ટનો ડરામણો વીડિયો


વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તેની છત પર રોકેટ સળગાવી વખતે બેદરકારી દાખવે છે.  જેના કારણે અન્ય લોકોને નુકસાન થાય છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક બોટલમાં રોકેટ ક્રેકર નાખે છે અને તેને છતની રેલિંગ પર મૂકીને સળગાવી દે છે. આ વ્યક્તિએ ફટાકડામાં આગ લગાવતા જ થોડી જ વારમાં રોકેટ હવામાં ઉડીને નજીકના ઘરમાં ઘૂસી ગયું. ઘરમાં પ્રવેશતાની સાથે જ જોરદાર અવાજ આવ્યો અને તે રોકેટ બ્લાસ્ટ થયું.


અગાઉ પણ આવી ઘટનાઓ બની છે


આવા અનેક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભૂતકાળમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રોકેટમાં આગ લગાડતી વખતે અકસ્માત થયો હતો, જેમાં રોકેટ સળગાવનાર વ્યક્તિની પાછળ રોકેટ દોડવા લાગ્યું હતું. અંતે, રોકેટ વ્યક્તિના શરીર સાથે અથડાયું અને વિસ્ફોટ થયો. જોકે આનાથી તે વ્યક્તિને બહુ નુકસાન થયું ન હતું. રોકેટ ક્રેકર લાઇટ કરતી વખતે ખાસ કાળજી લેવી પડે છે, કારણ કે જે દિશામાં તેનું માથું થોડું નમેલું હોય છે, તે ઉડવા લાગે છે અને પછી બ્લાસ્ટ થાય છે.