Chandrayaan-3 Launch: દેશના ત્રીજા ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણમાં માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. આ મિશન પર માત્ર ભારતની જ નહીં આખી દુનિયાની નજર છે, પરંતુ શું તમે જાણો છો કે આ મૂન મિશન હૉલીવુડની મૂવી કરતાં પણ સસ્તું છે. મિશન ચંદ્રયાન-3નું બજેટ હૉલીવુડની ફિલ્મ મિશન ઈમ્પૉસિબલ-7ના બજેટ કરતાં લગભગ ચાર ગણું ઓછું છે.


જાણો મિશન ચંદ્રયાનનું કેટલું બજેટ છે - 
હૉલીવુડની ફિલ્મ મિશન ઈમ્પૉસિબલ-7નું બજેટ 2,386 કરોડ રૂપિયા છે, જ્યારે મિશન ચંદ્રયાન-3નું બજેટ 615 કરોડ રૂપિયા છે. ચંદ્રયાન-3 મિશન અગાઉના ચંદ્ર મિશન કરતા વધુ શક્તિશાળી છે. જો ભારતને આ મિશનમાં સફળતા મળશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે, જેઓએ આવી સિદ્ધિ હાંસલ કરી છે. જો આપણે ચંદ્ર મિશનમાં સફળ દેશોની વાત કરીએ તો રશિયાએ 3 ફેબ્રુઆરી 1966ના રોજ, અમેરિકાએ 2 જૂન 1966ના રોજ અને ચીને 14 ડિસેમ્બર 2013ના રોજ સફળ ચંદ્ર પરીક્ષણ કર્યું હતું.


અગાઉ ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. જોકે આ મિશન પહેલા 15 જુલાઈ 2019 ના રોજ લૉન્ચ થવાનું હતું, પરંતુ 1 કલાક પહેલા જ મુલતવી રાખવામાં આવ્યું હતું. 20 ઓગસ્ટ 2019ના રોજ ચંદ્રયાનને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, જ્યારે 7 સપ્ટેમ્બર, 2019ના રોજ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરાણ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યું હતું.


મિશન મૂનની 10 મોટી વાતો - 


ચંદ્રયાન-3 ચંદ્ર પર પ્રવાસ કરવા માટેનું ભારતનું ત્રીજું મિશન છે.
ચંદ્રયાન-2ના 4 વર્ષ બાદ ચંદ્ર પર જવાનું મિશન.
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ.
બાહુબલી રૉકેટ LVM-3 ચંદ્રયાનને બહારની કક્ષામાં લઈ જશે.
ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરવાનો છે.
ચંદ્રયાન-2ની સરખામણીમાં ચંદ્રયાન-3માં કેટલાય ફેરફારો.
40 દિવસની મુસાફરી બાદ ચંદ્રયાન-3નું સૉફ્ટ લેન્ડિંગ.
ચંદ્રયાન-3માં ઓર્બિટર નથી કારણ કે ચંદ્રયાન-2નું ઓર્બિટર કાર્યરત છે.
જો મિશન સફળ રહેશે તો ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બની જશે.
ચંદ્રયાન-3નું બજેટ માત્ર 615 કરોડ રૂપિયા છે.


ચંદ્ર પર જવાનું મિશન શા માટે ?


ચંદ્ર એ સૌથી નજીકનું અવકાશી પદાર્થ છે.
આખા સૌરમંડળને સમજવામાં મદદરૂપ બનશે.
અવકાશમાં મિશન માટે પરીક્ષણ સાઇટ છે. 
કેટલાય કિંમતી ખનિજોનો સ્ત્રોત બની શકે છે.
અવકાશ સંશોધન માટે સ્ટેશન બનાવવું શક્ય છે.


ચંદ્રયાન-3માં શું ફેરફાર થશે?


ઓર્બિટર હાજર નથી, ચંદ્રયાન-2નું ઓર્બિટર કાર્યરત છે.
ઓર્બિટરને બદલે પ્રૉપલ્શન મૉડ્યુલ છે.
લેન્ડર વધુ મજબૂત છે. 
મોટી અને વધુ શક્તિશાળી સૌર પેનલ્સ છે.
સ્પીડ કન્ટ્રૉલ કરવા માટે અલગ સેન્સર છે. 
સૉફ્ટવેર સમસ્યા સુધારવામા આવી છે. 
લેન્ડરમાં વધુ બળતણ છે. 


 


 


















-