દિલ્લી:દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની તેમના ઘર પર દરોડા પાડીને ધરપકડ કરી છે.


ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી છે. અગાઉ, દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ ખાનના ઘર અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ખાનના સહયોગીઓ પાસેથી 12 લાખ રૂપિયા અને કારતૂસ સાથે એક લાઇસન્સ વગરનું હથિયાર મળી આવ્યું હતું. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.


ACB દિલ્હી વક્ફ બોર્ડમાં ભરતીમાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહી છે. એસીબીએ ગુરુવારે ખાનને બે વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2020 માં નોંધાયેલા કેસમાં ઓખલા ક્ષેત્રના ધારાસભ્ય ખાનને શુક્રવારે બપોરે 12 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.


અગાઉ, એસીબીએ ઉપરાજ્યપાલના સચિવાલયને પત્ર લખીને ખાનને દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી. એસીબીએ પત્રમાં દાવો કર્યો હતો કે ખાને તેની સામેના કેસમાં સાક્ષીઓને ડરાવીને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.


આમ આદમી પાર્ટી (AAP) એ અમાનતુલ્લા ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસને નકલી ગણાવ્યો છે. AAPએ કહ્યું, "ખાનને પાયાવિહોણા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન તેમના નિવાસસ્થાન કે ઓફિસમાંથી કંઈ મળ્યું નથી. ધારાસભ્યને ખોટા કેસમાં ફસાવી અમારી પાર્ટીને બદનામ કરવાનું આ નવું ષડયંત્ર છે.


Vipul Chaudhary Arrest : પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, કાલે દિયોદર બંધનું એલાન


Vipul Chaudhary Arrest : વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા છે. 23 તારીખ બપોરે 12 કલાક સુધી રિમાન્ડ ઉપર મોકલાયા. સરકારી વકીલ વિજય બારોટ ની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવી. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી.


અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન. 


બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા.  વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.


વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું