Narendra Modi Birthday: PM મોદી તેમના જન્મદિવસ પર વન્યજીવ અને પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને આગામી પેઢીના માળખાગત સુવિધાઓ સંબંધિત ચાર અલગ-અલગ કાર્યક્રમોમાં સંબોધન કરવાના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર શનિવારના રોજ  એટલે  કે આઝે તેમનો 72મો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે ભાજપ દ્વારા દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપ દર વર્ષે PM  મોદીના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવે છે. જે અંતર્ગત ભાજપ દ્વારા લોકસેવા સંબંધિત અનેક વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. PM મોદી માટે શનિવારનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે.


PM મોદી શનિવારે તેમના જન્મદિવસે વન્યજીવ અને પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય અને યુવા વિકાસ અને નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ચાર અલગ-અલગ કાર્યક્રમોમાં સંબોધિત કરવાના છે. PM મોદી તેમના જન્મદિવસ (PM Modi Birthday)ના  જ દિવસે શનિવારે સવારે લગભગ 10.45 વાગ્યે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડશે.




 


ચિત્તાઓના આ મુક્તિનો હેતુ  દેશમાં તેનું સંવર્ધન છે. ભારતના વન્યજીવનમાં વધુ વિવિધતા લાવવાનો છે. ચિત્તાઓને ભારત પરત લાવવા માટે આ વર્ષની શરૂઆતમાં નામિબિયા સાથે કરાર કરવામાં આવ્યો હતો. ભારતમાં તે પ્રોજેક્ટ ચિતા તરીકે ઓળખાશે. ચિત્તાઓનું આ સ્થાનાંતરણ  પ્રથમ આંતર મહાદ્રૂપીય  પ્રોજેક્ટ છે.


PM મોદી SHG કોન્ફરન્સમાં ભાગ લેશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે 12 વાગ્યે કરહાલ, શ્યોપુરમાં આયોજિત SHG કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ પ્રમોટ કરાયેલ હજારો મહિલા સ્વસહાય જૂથ (SHG) સભ્યો/ સમુદાય સંસાધન વ્યક્તિઓની હાજરી જોવા મળશે. કાર્યક્રમ દરમિયાન, પ્રઘાનમંત્રી મોદી પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ ચાર ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (PVTG) કૌશલ્ય કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરશે.


DAY-NRLMનું લક્ષ્ય ગ્રામીણ ગરીબ પરિવારોને તબક્કાવાર સ્વ-સહાય જૂથોમાં સામેલ કરવાનો અને તેમની આજીવિકામાં વૈવિધ્ય લાવવા, તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા માટે લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. આ મિશન ઘરેલું હિંસા, મહિલા શિક્ષણ અને અન્ય લિંગ સંબંધિત ચિંતાઓ, પોષણ, સ્વચ્છતા અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા અને વર્તન પરિવર્તન સંચાર દ્વારા મહિલા SHG સભ્યોને સશક્તિકરણ કરવા માટે પણ કામ કરી રહ્યું છે.


IIT દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે


તમને જણાવી દઈએ કે વિશ્વકર્મા જયંતિ દેશમાં 17 સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર PM  મોદી IIT વિદ્યાર્થીઓના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં લગભગ 40 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સાંજે PM  મોદી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લોન્ચ કરશે.