ભાવનગર નજીક નવા બંદર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 4 મૃતક યુવક 28થી 32 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. 


ભાવનગરના નવાબંદર રોડ પર  ગોઝારી ઘટના સર્જાઇ. વહેવી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર એકબીજા સાથે અથડતાં 4નાં મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે અહીં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.


અકસ્માતમાં મૃત્યુ પામનાર  યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાંફિક  જામ થયો હતો. તમામ યુવકો 28 થી 32 વર્ષ ના છે હોવાનું જાણવા મળી રહ્યું છે


ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ હૃદય કંપાવી દેતી ઘટના બની છે. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થાય છે. પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે એવી જોરદાર ટક્કર થઇ કે ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ હતા.


ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને વાહનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


કોલકાતામાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં જાણીતા સિંગર કેકેનું હાર્ટ એટેકથી નિધન


Krishnakumar Kunnath Died: કોલકાતામાં એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બોલીવુડના જાણીતા ગાયક કેકેનું અવસાન થયું છે. આ લાઈવ કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે 53 વર્ષના હતા. તેમણે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. તેમણે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં પણ ગીતો ગાયા હતા. 


ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં આયોજીત આ કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેની તબીયત બગડી હતી. અચાનક તબીયત ખરાબ થતાં કેકેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલના ડોક્ટરોએ તેમેને મૃત જાહેર કર્યા હતા. ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં કેકેએ આ લાઈવ મ્યુઝિક કોન્સર્ટના ફોટો પણ શેર કર્યા હતા. આ મ્યુઝિક કોન્સર્ટ કોલકાતાની વિવેકાનંદ કોલેજમાં યોજાયો હતો. કેકેના નિધનથી ફિલ્મી જગતમાં એક સારા સિંગરની મોટી ખોટ પડી છે.