ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઇને અનેક કાયદા બન્યા છતાં પણ દેશમાં મહિલાની સ્થિતિમાં કોઇ સુધાર નથી આવ્યો
ભારતમા દીકરીઓની સુરક્ષા હંમેશા ખૂબ જ ગંભીર મુદો રહ્યો છે. જેને લઇને કાયદો પણ બનાવવામાં આવ્યો છે. જો કે તેમ છતાં પણ દેશમાં મહિલાઓની લાપતા થવાની ફરિયાદો સતત નોંધાતી રહી છે. ગત સપ્તાહ સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ આંકડો રજૂ કર્યો હતો. જે આંકડા મુજબ 2019થી 2021 સુધીમાં 13.13 લાખથી વધુ .યુવતીઓ મહિલાઓ લાપતા થઇ છે. આ મહિલાઓ ક્યાં ગઇ તેમનું શું થયું તે વિશે કોણ જાણકારી પણ નથી મળી.
આ લાપતા યુવતીઓમાં 18 વર્ષથી ઓછી અને તેનાથી વધુ ઉમંરની મહિલાઓ સામેલ છે. આંકડા અનુસાર 2,51,430 લાપતા થયેલી મહિલાઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે. તો10,61,648 મહિલાઓની ઉંમર 18થી વધુ છે.
સૌથી વધુ આ રાજ્યમાંથી મહિલા લાપત્તા
ન્યુઝ એજન્સી અનુસાર સંસદમાં જે ડાટા રજૂ કરીને મહિલાઓના ગૂમ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તે ડેટા રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોનો છે. એનસીઆરના આંકડા અનુસાર સૌથી વધુ મહિલા મઘ્યપ્રદેશમાંથી લાપતા થઇ છે. એમપી બાદ બીજું સ્થાન બંગાળનું છે. આ સિવાય રાજધાની દિલ્લીમાંથી પણ મહિલાઓના ગૂમ થયાની ફરિયાદો વધુ નોંઘાઇ છે.
મધ્યપ્રદેશ- આંકડા મુજબ મધ્યપ્રદેશમાં છેલ્લા 2 વર્ષમાં 1,60,180 મહિલઓ ને 38,234 યુવતીઓ લાપતા થઇ છે.
પશ્ચિમ બંગાળ- પશ્ચિમ બંગાળમાં આ જ 2 વર્ષમાં 1,56,905 મહિલા અને 36,606 યુવતીઓ ગાયબ થઇ છે.
મહારાષ્ટ્ર: બીજા સ્થાને, મહારાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન 1,78,400 મહિલાઓ અને 13,033 યુવતીઓ ગૂમ થઈ છે.
ઓડિશાઃ ઓડિશામાં છેલ્લા ત્રણ વર્ષમાં 70,222 મહિલાઓ અને 16,649 યુવતીઓ ગૂમ થઈ છે.
છત્તીસગઢઃ છત્તીસગઢની વાત કરીએ તો આ રાજ્યમાં 49,116 મહિલાઓ અને 10,817 યુવતીઓ ગૂમ થયાના અહેવાલ છે.
રાજધાની દિલ્હીની હાલત પણ ખરાબ છે
આંકડાઓ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજધાની દિલ્હી આ યાદીમાં ટોચ પર છે. અહીં 2019 થી 2021 વચ્ચે 61,054 મહિલાઓ અને 22,919 યુવતીઓ ગુમ થઈ છે.અને જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે વર્ષમાં 8,617 મહિલાઓ અને 1,148 ગૂમ થઈ છે.