Rain Forecast :  આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યા સર્જાઈ છે.  મેદાની વિસ્તારોમાં સતત વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જાણો દેશના કયા-કયા રાજ્યોમાં વરસાદ પડશે.


સમગ્ર ઉત્તર ભારત અત્યારે મેઘરાજાએ જમાવટ કરી છે.  દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાદળ છવાયેલા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​પણ દિલ્હી સહિત દેશના 20 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.


ભારતીય હવામાન વિભાગ (IMD), પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વ ગુજરાત, કોંકણ અને ગોવામાં જણાવ્યા અનુસાર  તેલંગાણા અને વિદર્ભના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?


કેવું રહેશે દિલ્હીનું હવામાન?


શનિવારે રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હીમાં આજે પણ વરસાદે જમાવટ કરી છે.  સતત વરસાદને કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે ગગડી ગયું છે. જેના કારણે બફારાથી રાહત મળી છે  અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગે પણ રવિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.


યુપીના 30થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે


ઉત્તર પ્રદેશમાં શ્રાવણ  મહિનામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. સતત વરસાદના કારણે લોકોને બફારા ઉકળાટથી  રાહત મળી છે. આજે યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMD અનુસાર, રવિવારે યુપીના 30 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.


ક્યાં ક્યાં વરસાદ પડશે?


ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 24ઓગસ્ટ સુધીમાં  પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  કેટલાક સ્થળોએ ભારે વરસાદ  પડી શકે છે. ઉપરાંત, પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પૂર્વ ગુજરાત, કોંકણ અને ગોવા, તેલંગાણા અને વિદર્ભના ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે.