Weather Update: રાજ્યમાં આકરા તાપની વચ્ચે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં હિટવેવ, તો કચ્છ-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિસ્તારમાં હિટવેવની આગાહી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદનો અનુમાન છે. આ વિસ્તારમાં સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. ગીર સોમનાથ, દીવ અને,પોરબંદરમાં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન છે.ગુજરાતમાં અરબસાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદનો અનુમાન છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી
રાજ્યમાં આકરા તાપની વચ્ચે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં હિટવેવ, તો કચ્છ-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિસ્તારમાં હિટવેવની આગાહી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદનો અનુમાન છે. આ વિસ્તારમાં સવારથી વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. ગીર સોમનાથ, દીવ અને,પોરબંદરમાં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન છે.ગુજરાતમાં અરબસાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદનો અનુમાન છે.
કાનપુરમાં પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વિક્ષેપ સક્રિય થવાને કારણે સાંજે અચાનક જ જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવાય હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારનું હવામાન આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તડકો રહેશે અને સવારે અને સાંજે વાતાવરણ ખુશનુમા રહેશે. તેજ પવન સાથે તાપમાન પણ નીચું રહેવાની શક્યતા છે.