Weather Forecast:અમદવાદમાં ધુમ્મસ સવારમાં ધુમ્મસભર્ચા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અહીં પણઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. પોરબંદર રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે, ઉલ્લેખનિય છે કે, ગુજરાતના 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું છે. અમદાવાદ 13.4 ડિગ્રી, ગાંધીનગર 13.3 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું. વડોદરા 14.6 ડિગ્રી ,રાજકોટ 9.5 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર 14.0 ડિગ્રી,મહુવા 12.5 ડિગ્રી નોંધાયું છે. ડીસા 12.9 ડિગ્રી ,વેરાવળ 15.4 ડિગ્રી,દ્વારકા 16.2 ડિગ્રી ,સુરત 16.8 ડિગ્રી,કેશોદ 10.9 ડિગ્રી , અમરેલી 12.6 ડિગ્રી,સુરેન્દ્રનગર 12.8 ડિગ્રી ,ભાવનગર 15.4 ડિગ્રી નોંધાયું છે.
દિલ્હી-એનસીઆરમાં પણ હાલ અત્યંત ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સ્મોગ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી રહી. કાશ્મીર અને હિમાચલ તીવ્ર ઠંડીની લપેટમાં છે. હિમાચલના કેટલાક ભાગોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે રહ્યું હતું.
ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં શિયાળો રેકોર્ડ તોડી રહ્યો છે
તે જ સમયે, તમિલનાડુ અને કેરળમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં શિયાળો રેકોર્ડ તોડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણાનું હિસાર મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડું રહ્યું હતું. રાજસ્થાનના પાંચ શહેરોમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. શ્રીનગરમાં બુધવારની રાત આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી અને લઘુત્તમ તાપમાન માઈનસ 6.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે. ગઈકાલે રાત્રે માઈનસ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. સમગ્ર કાશ્મીર ભારે ઠંડીની ઝપેટમાં છે.
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ