Accident:ભાવનગર હાઇવે પર ગારિયાધાર તાલુકા નજીક ગત મોડી રાત્રે ભયંકર રોડ અકસ્માત સર્જાયો. જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યું છે. આ બંને યુવક બાઇક પર સવાર હતા અને ટ્રક અડફેટે લેતામાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. આ બાઇક સવાર ગારીયાધારથી નવાગામ જઈ રહ્યાં હતા. આ સમયે ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતા. બંને મૃતકની ઓળખ જયદીપ ધોળકિયા અને સાહિલ ધોળકિયા તરીકે થઇ છે.આ બંને તેઓ પોતાના ઘરે જઇ રહ્યાં હતા તે સમયે દુર્ઘટના સર્જાઇ હતી.
હાલ ગારીયાધાર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ ભાવનગર શહેરના સિદસર રોડ ઉપર ગટરના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા એક પરપ્રાંતિય મજૂરનું મોત નિપજ્યું છે. શહેરના સિદસર રોડ ઉપર હિલપાર્ક ચોકડી નજીક ડ્રેનેજનું કામકાજ ચાલુ હતુ તે સમયે જ્યાં ડ્રેનેજના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા મધુભાઈ ચંદુભાઈ ભીલવાડ નામના પરપ્રાંતિય મજૂરનું દબાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.