બોટાદઃ એસિડ અટેક પીડિતાએ ગુજરાત હાઇકોર્ટોમાં અરજી કરીને મદદની માંગ કરી છે. આ એસિડ અટેક સરકારી અધિકારીએ કર્યો હોવાથી પોલીસ આંખ આડા કાન કરી રહી છે. અને યોગ્ય કાર્યવાહી નથી કરી રહી તેવો આક્ષેપ અરજી કર્તાએ કર્યો છે. અરજદારે પોલીસની નિષ્ક્રીયતા પર સવાલ ઉઠાવ્યા છે .આ મામલે યોગ્ય કાર્યવાહી થાય અને પીડિતને ન્યાય મળે તેવી માંગ કરી છે.