નવી દિલ્લી: ચહેરો ચમકાવવાના ચક્કરમાં કેજરીવાલ સરકાર ફસાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર બનાવવામાં આવેલી કંટેટ રેગુલેશન કમિટિએ દિલ્લી સરકારને જાહેરાતો મામલામાં નિયમોનું ઉલ્લંઘન કરતા દોષી ઠેરવ્યું છે અને જાહેરાતોના પૈસા પાર્ટી પાસેથી વસૂલીને દિલ્લી સરકારના ખાતામાં જમા કરવા કહ્યું છે.
કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ કરનાર દિલ્લી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, કેજરીવાલ સરકારે 854 કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે.
ભારત સરકારની કંટેટ રેગુલેશન કમિટીએ દિલ્લી સરકારની જાહેરાતો મામલે નિયમોનું ઉલ્લંઘન કરતાં દોષી ઠેરવ્યું છે અને જાહેરાતના પૈસા પાર્ટી પાસેથી વસૂલીને દિલ્લી સરકારના ખાતામાં જમા કરાવવાનું કહ્યું છે.
કમિટીએ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકનની અરજી પર સૂનવણી કરતા કહ્યું છે કે દિલ્લી સરકારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીની છબી બનાવવા માટે જનતાના રૂપિયાનો ખોટો ઉપયોગ જાહેરાતો પાછળ કર્યો છે. અને આ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન છે.