એડમિરલ આર. હરિ કુમારે મંગળવારે નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, એડમિરલ આર. હરિ કુમારે જ્યારે નવા નેવી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમની માતાના આશીર્વાદ લીધા અને તેમને ગળે લગાડ્યા હતા. તેમણે એડમિરલ કરમબીર સિંઘનું સ્થાન લીધું, તેઓ 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા. ન્યૂઝ એજન્સી ANIએ આ ખાસ ક્ષણનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે નૌકાદળના નવા ચીફ આર.કે. હરિ કુમાર તેની માતા પાસેથી આશીર્વાદ માંગે છે અને તેને ગળે લગાવે છે.
પરમ વશિષ્ટ સેવા મેડલથી અલંકૃત
વાઇસ એડમિરલ કુમારે પશ્ચિમી વિભાગના સંચાલન અધિકારી તરીકેની ફરજ બજાવી ચૂક્યાં છે. એડમિરલ હરિ કુમારનો જન્મ 1962માં થયો હતો અને 1983માં નેવીમાં જોડાયા હતા. 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર, INS વિરાટ, જેમાં યુદ્ધજહાજ INS કોરા, નિશંક અને રણવીર સહિત કમાન્ડિંગ ઓફિસર (CO) ના રેન્કનો સમાવેશ કર્યો છે.વાઇસ એડમિરલ કુમારે નેવલ વોર કોલેજ યૂએસ, આર્મી વોર કોલેજ, મહૂ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ યૂકેથી કોર્સ કર્યો છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ(પીપીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) અને વિશિષ્ટ સેવા મેડલથી પરિસ્કૃત કરવામાં આવ્યાં છે.
1981માં એનડીએથી સ્નાતક થયા
મુંબઇ યુનિવર્સટીથી ડિફેન્સ એન્ડ સ્ટ્રેટિજિક સ્ટડીઝમાં આર હરિ કુમારે એમફિલ કર્યું છે. કેરળના ત્રિવેન્દ્રમમાં જન્મેલા કુમારે પ્રથામિક શિક્ષણ મન્નમ મેમોરિયલ રેજિડેન્શિયલ હાઇ સ્કુલથી લીધું હતું. ત્યારબાદ તેમણે તિરૂઅનંતપુરણની સરકારી આર્ટસ કોલેજથી પ્રી-ડિગ્રી કોર્સ કર્યો છે. તેમણે 1979માં નેશનલ ડિફેન્સ એકેડમીના 61 કોર્સમં ભાગ લીધો અને જૂલિયટ સ્કવોડ્રન પ્રાપ્ત કર્યું. વર્ષ 1981માં તેઓ એનડીએમાં સ્નાતક થયા. તેમણે જવાહર નહેરૂ વિશ્વ વિદ્યાલયથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી ઉપરાંત કિંગ કોલેજ લંડનથી માસ્ટર ડિગ્રી મેળવી.