વાપીઃ વાપી નગરપાલિકાની મત ગણતરી ચાલી રહી છે. વાપી નગર પાલિકામાં કુલ 11 વોર્ડમાંથી 44 બેઠકોમાંથી 40 બેઠકોના પરિણામ આવી ગયા છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસના 3 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 367 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મતગણતરી પહેલા જ વોર્ડ નં 10માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ ના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલ બિનહરીફ જીતી ચુક્યા છે.
વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ,2 ,3, 7,8,9 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ સાથે વાપી નગર પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. વાપી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6 પર સૌની નજર રહેશે. કારણ કે ગત ચૂંટણી દરમ્યાન ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી હતી અને માત્ર વોર્ડ નં 6 માંથી જ કોંગ્રેસે 3 બેઠક જીતી હતી અને ભાજપનું વાપી નગર પાલિકામાં એક હથ્થું શાશન રહ્યું હતું.
ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ 109 ઉમેદવારોનું ભાવિ હાલ ઇવીએમમાં સીલ છે. અહીંના ધારાસભ્ય બાદ નાણાં મંત્રી બનતા એમની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે, તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ભાજપ દ્વારા 44 એ 44 બેઠક જીતવાનો વિશ્વાસ આપ્યો છે , એ કેટલો ખરો ઉતરશે એ ઇવીએમ ખુલ્યા બાદ જ ખબર પડશે.