પત્નીએ ભરણપોષણના કેસમાં ખોટી ગવાહી આપતા મહિલા સામે FIR
abpasmita.in | 27 Oct 2016 01:50 PM (IST)
અમદાવાદઃ મહિલા દહેજ અને ઉત્પીડનને લગતા કાયદાનો કેવો દુરઉપયોગ કરી શકે છે. તેનો એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં પ્રકાશમાં આવ્યો હતો. પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે પત્નીએ હાઇકોર્ટમાં જુઠાણાંનો સહારો લીધો હતો. પત્નીએ ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અપિલ કરી હતી. જેમ પત્નીએ ખોટી જુબાની આપી જણાવ્યું હતું કે, તેની પાસે કોઇ જ આવક નથી. પરંતુ પત્નીનું આ જુઠાણું કોર્ટ સમક્ષ છતું થતા હાઇકોર્ટે પત્ની સામે FIR દાખલ કરવા આદેશ આપ્યો હતો. પતિ પાસે પત્નીએ 20,000 હજારના ભરણપોષણની માંગ કરી હતી.