બીજિંગ ઓલંપિક 6 પદક વિજેતાઓ સહિત 9 એથલીટ્સ ડૉપિંગ ટેસ્ટમાં ફેલ
abpasmita.in | 27 Oct 2016 12:08 PM (IST)
લુસાનઃ 6 પદક વિજેતાઓ સહિત 9 એથલિટોને ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ 2008 બાદ બીજિંગ ઑલંપિકમાં અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ઑલંપિક સમિતિએ પોતાના નિર્ણયમાં એથલીટો પર બેનની જાહેરાત કરી છે. આ એથલીટોના નમુના ડૉપમાં પૉઝિટિવ આવ્યા હતા. હવે તેમની બીજી વાર તપાસ કરવામાં આવી હતી. 4 અથલીટોથી સિલ્વર મેડલ છિનવી લેવાયા છે જ્યારે 2 એથલીટો પાસેથી બ્રૉન્ઝ મેડલ છિનવી લેવામાં આવ્યા છે. આ મેડલ વેટલિફ્ટિંગ, રેસલિંગ અને મહિલાઓના સ્ટીપલચેજમાં જીતવામાં આવ્યા હતા. તમામ 6 એથલિટ પૂર્વ સોવિયત દેશો-રૂસ, બેલારૂસ,યૂક્રેન, ઉજ્બેકિસ્તાન અને કજાકિસ્તાનના રહેનાર હતા. અને તે તમામ સ્ટેરૉયડ નામની દવા લેવાના મામલે દોષી સાબિત થયા છે.