Congress-AAP alliance:આજે ગુજરાત લોકસભાની બેઠક માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનની જાહેરાત કરી છે. બંને પાર્ટી સંયુક્ત રીતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે, જો કે ગઠબંધનથી અહેમદ  પટેલના પુત્ર ફૈઝલ નારાજ છે. મીડિયા સમક્ષ તેમણે આ નિર્ણયને લઇને વિરોધ વ્યક્ત કરતા નારાજગી પ્રગટ કરી હતી.


કૉંગ્રેસ-AAP ગઠબંધન પર ફૈઝલ પટેલની પ્રથમ પ્રતિક્રિયા


આજે પ્રેસ કોન્ફરન્સ દ્રારા જાહેરાત કરવામાં આવી હતી કે, કોંગ્રેસ ગુજરાતની બે બેઠક આમ આદમી પાર્ટી માટે છોડશે અને અન્ય 24 બેઠક પર તે લડશે. ભરૂચ અને ભાવનગરની બેઠક પર આમ આદમીના ઉમેદવાર ઉતારવામાંઆ આવશે, આ નિર્ણયને લઇન અહેમદ પટેલની દીકરી મુમતાઝ અને ફૈઝલ નારાજ છે. તેમણે આ નિર્ણય માટે અસહમતી વ્યક્ત કરી છે.


આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત થયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ફૈઝલે જણાવ્યું હતું  કે, “હું ફરીથી હાઈકમાન્ડ સાથે વાત કરીશ,ઉમેદવારી માટે હજુ ખુબ જ સમય છે.ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, ગમે તે થઈ શકે છે. ભરૂચ અમારી બેઠક છે,આજે હું દિલ્લી જઈને હાઈકમાન્ડ સાથે વાત કરીશઃ.ભરૂચ માટે મારા પિતાજીએ ખુબ જ કામ કર્યુ છે. હાઈકમાન્ડના નિર્ણયનો મને વિરોધ છે. કૉંગ્રેસ ભરૂચથી લડશે  તો હુ નિશ્ચિતપણે જીતીશ.કારણ કે ભરૂચ લોકસભા બેઠક કૉંગ્રેસનો ગઢ છે.


જરાતમાં ભરૂચ બેઠક AAPને મળી છે. દરમિયાન, અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું તમારી નિરાશાને સહભાગી કરું છું. સાથે મળીને, આપણ કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશું . અમે અહેમદ પટેલના 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈશું. #ભરુચકીબેટી


ભરૂચ સીટ પરથી નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ શું કહ્યું


ભરૂચ લોકસભા સીટ પરથી નામ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ કહ્યું, ભરૂચ સીટ પરથી નામ આવ્યું છે એ અમે વધાવીએ છીએ . મલ્લિકા અર્જુન ખડગે , રાહુલ ગાંધી, પ્રદેશ અક્ષધ્યક્ષ શકતિસિંહ ગોહિલ, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ સહિતના પરિવારનો આભાર માની તેમણે કહ્યું, કોગ્રેસના સાથી મિત્રો સાથે બેસીને રણનિતી અપનાવીશું. કોગ્રેસના સાથી મિત્રોને સાથે લઈ વિશ્વાસ આપાવીશું. ભરૂચ લોકસભા જીતીને અહેમદ પટેલને અમે શ્રદ્ધાજંલિ આપીશું.


સી.આર.પાટીલની ગઠબંધનને લઈ પ્રતિક્રિયા


આપ અને કોંગ્રેસના ગઠબંધન બાબતે પ્રેસ કોંફરન્સ યોજી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું. ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે. 2022માં લોકસભાની 7માંથી 4 બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઈ હતી. ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે, ભાવનગર ભાજપની વર્ષોથી મજબૂત સીટ છે. એક ગામમાં આગ લાગી ત્યારે આંધળો અને લંગડાએ ગઠબંધન કર્યું. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા. ત્યારબાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વેચતા હતા. પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નથી. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે.