Article 370 Box Office Collection Day 1: એક્ટ્રેસ એન્ડ ફિલ્મ મેકર યામી ગૌતમ સ્ટારર ફિલ્મ 'આર્ટિકલ 370' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'આર્ટિકલ 370'નું ટ્રેલર ખૂબ જ પ્રભાવશાળી હતું અને ત્યારથી આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આ ફિલ્મની રીલિઝ પહેલા પીએમ મોદીએ પણ તેની ચર્ચા કરી હતી, ત્યારબાદ 'આર્ટિકલ 370' વધુ હેડલાઈન્સમાં આવી. સિનેમાઘરોમાં હિટ થયા બાદ આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. વિવેચકોએ પણ ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ચાલો જાણીએ કેટલા કરોડ સાથે 'આર્ટિકલ 370'ની ઓપનિંગ થઇ છે. 


'આર્ટિકલ 370'ની પહેલા જ દિવસે તગડી કમાણી ?
'આર્ટિકલ 370'‘ બંધારણની કલમ 370 હટાવવા અને કાશ્મીરમાં આતંકવાદની આસપાસ ફરે છે. લાંબા સમયની રાહ બાદ આ ફિલ્મ મોટા પડદા પર આવી છે. ફિલ્મને પહેલા દિવસે થિયેટરોમાં ખૂબ જ દર્શકો મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે 'આર્ટિકલ 370'ની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.


'આર્ટિકલ 370'એ તોડ્યો ધ કાશ્મીર ફાઇલ્સનો રેકોર્ડ 
'આર્ટિકલ 370' એ તેની રિલીઝના પહેલા દિવસે ટિકિટ વિન્ડો પર સારું પ્રદર્શન કર્યું છે અને ઉત્તમ કલેક્શન સાથે ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મે 5 કરોડના કલેક્શન સાથે વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શિત બ્લોકબસ્ટર ધ કાશ્મીર ફાઇલ્સનો ઓપનિંગ ડે રેકોર્ડ તોડ્યો છે. ધ કાશ્મીર ફાઇલ્સે રિલીઝના પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આટલું જ નહીં, 'આર્ટિકલ 370' 2024 ફાઈટર (24 કરોડ), તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા (6.5 કરોડ) પછી ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. હવે મેકર્સ વીકેન્ડમાં પણ ફિલ્મના કલેક્શનમાં ઉછાળાની અપેક્ષા રાખી રહ્યા છે.


'આર્ટિકલ 370'ની શું છે સ્ટાર કાસ્ટ 
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત 'આર્ટિકલ 370'માં યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં યામીનો રોલ એક ઈન્ટેલિજન્સ ઓફિસરનો છે. 'આર્ટિકલ 370'માં અરુણ ગોવિલ, પ્રિયમણી, કિરણ કરમરકર સહિત ઘણા કલાકારોએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ પીએમ મોદીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ યામી ગૌતમના પતિ અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના નિર્માતા આદિત્ય ધર દ્વારા બનાવવામાં આવી છે.