અમદાવાદ:પૂર્વ IPS સંજીવ ભટ્ટને હાઇકોર્ટથી ઝટકો મળ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાઈકોર્ટે ક્વોશિંગ પિટિશન અને કેસ ટ્રાન્સફરની તેમની અરજી ફગાવી છે. ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની માગણી હતી. વર્ષ 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની  તેમણે માગણી કરી હતી.  આ સાથે તેમની બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની માગ પણ હાઈકોર્ટે ફગાવી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના એક વકીલના હોટેલના રૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યાના આરોપમાં ધરપકડ કરી હતી બાદમાં ડ્રગ્સ પ્લાન્ટ કરાયાનો આરોપ લાગ્યો હતો.


શું છે સમગ્ર મામલો


1996માં જ્યારે સંજીવ ભટ્ટ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર ખોટો નારકોટિકસ ઉભો કરવાનો તેમના પર આરોપ લગાવવાં આવ્યો હતો.                                            


1996માં પાલનપુરમાંની એક હોટેલમાં સુમેરસિહ રાજ પુરોહિત નામના વકીલને ફસાવવા માટે તેમના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કર્યો હોવાનો તેમના પર આરોપ છે.    આ મામલે 2018માં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન પીઆઇ   વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી હતી.  છે. મળતી માહિતી પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ 1996માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યાનો તેમના પર આરોપ હતો. આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી જે ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.                                                     


આ પણ વાંચો


Chandrayaan-3 Landing Live: લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને રોવર પ્રજ્ઞાને કર્યું 'મૂન વૉક', ISROએ કહ્યુ- 'મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર મૂન'


Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, પ્રમુખ અને કુસ્તીબાજો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે


હિમાચલમાં ફરી પહાડ તૂટ્યો, પત્તાના મહેલની જે અનેક મકાનો ધરાશાયી, સામે આવ્યો અકસ્માતનો Video