અમદાવાદઃ રાજ્યમાં એટ્રોસિટીના 4500થી વધુ પેંડીંગ કેસોનો ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે 16 જિલ્લાઓમાં એટ્રોસિટી કોર્ટ માટે મંજૂરી આપી દીધી છે. 1 ઓક્ટોબરથી રાજ્યના 16 જિલ્લાઓમાં એટ્રોસિટી કોર્ટ કાર્યરત કરવામાં આવશે. જેથી કરીને એટ્રોસિટીના કેસોનો ઝડપથી નિકાલ આવી શકશે. રાજ્ય સરકારનો દાવો છે કે કેન્દ્ર સરકારે કાયદામાં કરેલા સુધારા પ્રમાણે દરેક જિલ્લામાં એટ્રોસિટી કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જે જિલ્લામાં એટ્રોસિટીના કેસો વધુ છે તેને ધ્યાનમાં રાખીને ફક્ત 16 જિલ્લામાં આ કોર્ટ કાર્યરત થશે. આ માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.