અમદાવાદઃ બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના અભાવના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. જોકે આ સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સોગંદનામા પ્રમાણે ખાનગી શાળાઓમાં ફાયર સેફટી વિશે મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ માહિતી નથી. અને જિલ્લા શિક્ષણાધિકારીની મદદ લઇને માહિતી મેળવાશે તેવો લૂલો બચાવ કરાયો છે. ડિસેમ્બર સુધી માત્ર કોમર્શિયલ અને સેમી કોમર્શિયલ બહુમાળી ઇમારતો સામે કડક કાર્યવાહી કરાશે. ત્યારે દિવાળીના સમયમાં કોઈ સીલિંગની કાર્યવાહી નહિ કરાય તેવી પણ રજૂઆત કરાઈ છે. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.