આજથી ધોરણ 11 અને 12 ની વિજ્ઞાન પ્રવાહની 3 સેમ.ની પરિક્ષાનો પ્રારંભ
abpasmita.in | 14 Oct 2016 07:59 AM (IST)
અમદાવાદઃ આજથી રાજ્યમાં ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર એકથી ત્રણની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યભરમાં આશરે ડોઢ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. રાજ્ય સરકારે સેમેસ્ટર પ્રથા રદ કરી છે પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ અને રજૂઆતમાં લઈ ચાલુ વર્ષે સમેસ્ટર પ્રથા યથાવત રાખી છે. રાજ્યમાં 609 પરીક્ષા કેંદ્રો પરના 7110 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે ત્રણથી સાંજે છ દરમિયાન યોજાશે.