ગ્રાંટેડ સ્કૂલોમાં 2100 કારકુન અને ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવામાં આવશે
abpasmita.in | 13 Oct 2016 09:29 AM (IST)
અમદાવાદઃ ગ્રાન્ટેડ સ્કૂલોમાં કારકુન અને ગ્રંથપાલની 2100 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે શિક્ષણ નિયામકે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી છે. તો બીજી તરફ પ્યુનની ભરતી આઉટસોર્સિંગ પદ્ઘતિથી બંધ કરવાની ભલામણ પણ કરવામાં આવી. શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ અને શાળા સંચાલક મંડળ તથા અન્ય હોદ્દેદારોની મળેલી મીટીંગ બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો. ઉચ્ચ હોદ્દેદારોની મળેલી મીટીંગમાં આચાર્યની ભરતીની સત્તા પણ ફરી એકવાર સંચાલક મંડળને સોંપવાની સંમત્તિ આપવામાં આવી છે.