અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઇ નહીં, તે માટે તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે અને શહેરમાં સામે ચાલીને એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.


અમદાવાદની અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોના માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદમાં બે દિવસમાં અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોના ચેકીંગ કરાયું હતું. બે દિવસમાં શહેરમાં કુલ 110 મજૂરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. રવિવારે 55, સોમવારે 41 અને મંગળવારે 15 મજૂરોને કોરોના પોઝિટિવ આવ્યા છે.

સાતેય ઝોનમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટ પર ટેસ્ટકરવામાં આવ્યા હતા. શહેરમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ પર સોમવારે 20 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. મંગળવારે પણ કન્સ્ટ્રકશન સાઈટ પર કોરોના માટેના ચેકીંગ યથાવત છે. કોરોના અંગેનો સાચો આંકડો સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે.