અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જોકે, દર્દીઓના સાજા થવાનો દર ગુજરાતમાં ઊંચો હોવાને કારણે એક્ટિવ કેસો કંટ્રોલમાં છે. ત્યારે ગુજરાતના પાંચ જિલ્લા માટે મોટી રાહતની વાત એ છે કે, આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો 50થી ઓછા છે, તેમજ બનાસકાંઠા જિલ્લામાં તો એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી. ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલી માહિતી પ્રમાણે ચાર જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જ્યારે આઠ જિલ્લામાં 50થી વધુ અને 100થી ઓછા એક્ટિવ કેસો છે. તેમજ એક જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. આ જિલ્લાઓની વિગતવાર માહિતી મેળવીએ તો બનાસકાંઠામાં શૂન્ય, મહીસાગરમાં 6, તાપીમાં 16, ડાંગમાં 22, પોરબંદરમાં 31, પાટણમાં 58, આણંદમાં 67, છોટાઉદેપુરમાં 68, ખેડામાં 81, વલસાડમાં 87, નવસારીમાં 91, નર્મદામાં 96 અને અરવલ્લીમાં 97 એક્ટિવ કેસ છે.
District NameActive Positive CasesCases Tested for COVID19Patients RecoveredPeople Under QuarantineTotal Deaths
Banaskantha0492741140337217
Dang226949372790
Mahisagar6248735935402
Porbandar31177372866434
Tapi16235952856784
Valsad87277408881359
Patan5833619916118039
Narmada961728852866390
Navsari9128416791185577
Kheda8143512879328115
Chhota Udaipur682117724628892
Anand6729401707359716
Aravalli972321231161624