અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 12 લોકો એવું શું કરતા હતા કે પોલીસે ઉઠાવીને જેલમાં નાંખી દીધા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jun 2020 09:38 AM (IST)
શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ પરથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. એકબીજાનો ફોટો અને સેલ્ફી પાડવા માટે એકત્રિત થયા હતા.
અમદાવાદઃ શહેરમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ પરથી 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. એકબીજાનો ફોટો અને સેલ્ફી પાડવા માટે એકત્રિત થયા હતા. સેલ્ફીની મજા માણતાં ઈસમોને સેટેલાઈટ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. 12 ઈસમોને 6 જેટલાં બાઈક સાથે પકડી પાડ્યા છે. કાલુપુર અને જમાલપુરમાં રહેતા આ લોકો ખાસ ફોટો પાડવા માટે ઇસ્કોન બ્રિજ આવ્યા હતા. સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.