એસવીપી હોસ્પિટલમાં કર્મચારીના પગારમાં કાપ મૂકી રહી છે. એક સાથે ૨૦૦થી વધારે સ્ટાફની સેલરી માં ૧૦,૦૦૦-૧૨,૦૦૦ રૂપિયાનો કાપ મુકાયો છે. પહેલો ઓર્ડર ૩૫૦૦૦ અને બીજો ઓર્ડર ૨૨૦૦૦નો છે. કર્મચારીને કામ કરવું હોય તો કરો નહીં તો જોબ છોડી દો તેવી ધમકી પણ આપવામાં આવી છે.
કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર માટે Svp હોસ્પિટલ ૨૫૦/- દૈનીક વધારવાની વાતને લઈને ફરીથી નકારી દીધી છે. કોઈ જ વધારો આપવામાં આવશે નહીં. કંપની લોસમાં છે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે. ફરજિયાત ઓછી સેલરીવાળો ઓફર લેટર લો નહીં તો આ મહિનાની પણ સેલરી નહીં મળે, તેમ પણ કહ્યું હોવાનો આક્ષેપ કર્મચારીઓ લગાવી રહ્યા છે.
અહીં કામ કરતા તમામ લોકો થર્ડ પાર્ટી કોન્ટ્રક્ટ પરના કર્મચારીઓ છે. UDS કંપનીને થર્ડ પાર્ટી કોન્ટ્રકટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ SVPના સ્ટાફની હળતાલથી અજાણ છે.