ગુજરાતમાંથી ટ્રેનો દ્વારા જ કેટલા લાખ કામદારો વતન જતા રહ્યા તેનો આંકડો જોઈને ચોંકી જશો, જાણો ક્યા રાજ્યમાં કેટલા ગયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jun 2020 09:32 AM (IST)
ગુજરાતમાંથી ૯૯૯ સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવીને ૧૪.૫૬ લાખ શ્રમિકોને છેલ્લા એક માસમાં તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉનને કારણે પરપ્રાંતિયો મોટી સંખ્યામાં પોતોના વતન જતા રહ્યાં છે. વતન ગયેલા પરપ્રાંતિયોનો આંકડો જાણીને તમે ચોંકી જશો. ગુજરાતમાંથી ૯૯૯ સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવીને ૧૪.૫૬ લાખ શ્રમિકોને છેલ્લા એક માસમાં તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ ૫૫૮ ટ્રેનો દોડી હતી. બિહાર માટે ૨૨૩, ઓરિસ્સા માટે ૯૧ શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી. આ કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા વિભાગના રેલવેના ડીઆરએમને ઉત્કૃષ્ટ કામગીરીના પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું. નોંધપાત્ર છે કે, પશ્ચિમ રેલવે દ્વારા કુલ ૧,૨૧૪ શ્રમિક ટ્રેનો દોડાવીને ૧૮.૨૩ લાક પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોચાડયા હતા.