મળતી માહિતી મુજબ એલજી પોસ્ટિપલમાં કામ કરતાં ડોક્ટરોનો 1 જૂનના રોજ રિપોર્ટ લેવામાં આવ્યો હતો જેમાં એક રેસિડેન્ટ ડોક્ટર, બે ગાયનેક તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાથે સાથે બે મેડીસીનના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ LG હોસ્પિટલમાં 23 તબીબોને કોરોનાનો ચેપ લાગ્યો હતો જે પૈકી તમામ તબીબ હાલમાં સ્વસ્થ્ય છે.
3 જૂનના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ-24, અરવલ્લી-2 સુરત, મહેસાણા અને જૂનાગઢમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1092 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે સૌથી વધુ 1114 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 11894 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 4646 એક્ટિવ કેસ છે જેમાં 62 વેલ્ટીલેટર પર છે અને 4584 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 21 હજાર 610 ટેસ્ટ કરવામાં આવ્યા છે.