Ahmedabad Rath Yatra 2022 : રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થઈ સંપન્ન, અમદાવાદમાં ભગવાનના રથ નીજ મંદીર પહોંચતા ઉતારાઈ આરતી
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા.
ભગવાનના રથ નીજ મંદીરે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો મંદીરે ઉમટ્યા છે. મહંત દિલીપદાસ મંદિરે પહોંચ્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા છે. રંગીલા ચોકી ખાતે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું. હિંદુ-મુસ્લિમ આગેવાનોએ કબૂતર ઉડાડ્યા હતા.
હાલમાં ભગવાનના રથ શાહપુરથી નિકળી દરિયાપુર પહોંચ્યા છે. આ દરમિયાન ભક્તોની ભારે બીડ જોવા મળી રહી છે. બે વર્ષ બાદ ભગવાનની રથયાત્રામાં આટલી ભીડ જોવા મળી છે. જગતના નાથ નગર ચર્યાએ નિકળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા અમદાવાદ આવી પહોંચ્યા છે.
ભગવાનના રથ કાલુપુરથી આગળ નિકળ્યા છે. ભગવાનના દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર. ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ રહી છે રથયાત્રા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં 2 કિલોમીટર લાંબી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રથયાત્રા ખાડિયા પહોંચી હતી.
ખેડા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી. ભગવાન રણછોડરાયનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ રથમાં બિરાજી નગર ચર્યાએ નીકળ્યા હતા. હજારો ભક્તો ભગવાન ગોપાલ લાલજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ભગવાન ગોપાલ લાલજી મહારાજ ગોમતીની પરિક્રમા કરી સાંજે સાત થી આઠ ના ગાળામાં નિજ મંદિરમાં આવશે. તમામ રથયાત્રાના રૂટ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ હતી. ભાવનગરના મહારાજા વિજયસિંહજી ગોહિલે પહિંદ વિધિ કરી હતી. રથયાત્રા પ્રસ્થાન વિધિમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. 17.5 કિમીના રુટ પર શહેરમાં રથયાત્રા ફરશે. 4000 કરતા વધુ પોલીસ, હોમગાર્ડ, એસ.આર.પી અને બીએસએફ ના જવાનો બંદોબસ્ત માં જોડાયા
અમદાવાદની રથયાત્રામાં કોરોનાકાળની પ્રદર્શિત કરતી ઝાંખી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા અને હોસ્પિટલ સાથેની ઝાંખી જોવા મળી હતી. હોસ્પિટલના બેડ, ઑક્સિજન, દર્દી અને ડોકટરની કામગીરી પ્રદર્શિત કરતી ઝાંખી બતાવવામાં આવી છે. વડાપ્રધાને કોરોનાકાળ દરમિયાન કરેલા નેતૃત્વને દર્શાવતી ઝાંખી પણ જોવા મળી હતી.
ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આયોજીત થઇ રહેલી રથયાત્રાને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ છે. લોકોની ભારે ભીડના કારણે ઓડિશા શહેર પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
રથયાત્રાની ઝાંખીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છવાયા હતા. રાજપૂત યુવા સંગઠનની ઝાંખીમાં યોગીના ફોટા જોવા મળ્યા હતા. હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશની ઝાંખીમા યોગીના બેનર જોવા મળ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ મંદિરની બહાર નીકળ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
બ્રેકગ્રાઉન્ડ
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થયા હતા. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ પહિંદ વિધિ કરશે. મુખ્યમંત્રી રથની સોનાની સાવરણીથી સાંકેતિક રીતે સાફ સફાઇ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -