અમદાવાદઃ શાહપુર દરવાજા પાસે પડ્યો 15 ફૂટ ઊંડો ભૂવો, રીક્ષા- બે બાઇક ભૂવામાં ખાબક્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2021 04:02 PM (IST)
શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વગર વરસાદે રસ્તા વચ્ચે જ ભૂવો પડ્યો છે. આ ભૂવામાં રીક્ષા અને બે બાઇક ખાબક્યા છે.
તસવીરઃ શહેરના શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો
અમદાવાદઃ શહેરના શાહપુર દરવાજા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. વગર વરસાદે રસ્તા વચ્ચે જ ભૂવો પડ્યો છે. આ ભૂવામાં રીક્ષા અને બે બાઇક ખાબક્યા છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મેટ્રો રેલ નું કામ ચાલી રહ્યું છે, એ જગ્યાએ ૧૫ ફૂટ જેટલો ઊંડો પડ્યો ભૂવો પડ્યો છે. સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરી હતી. હાલ, તો કોર્પોરેશન દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ ભૂવા ફરતે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.