અમદાવાદઃ અમદાવાદના ક્રિકેટ રસિકો અને ક્રિકેટમાં કેરિયર બનાવવા માંગતા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે અમદાવાદમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમી શરૂ થઇ રહી છે. અમદાવાદની શ્રી એન્ટરપ્રાઇઝ પોતાની સાથી વેન્ચર આરકા સ્પોર્ટ્સ સાથે મળીને એમએસ ધોની ક્રિકેટ એકેડમી શરૂ કરી રહી છે. આમાં યુવા ટેલેન્ટેડ ક્રિકેટરોને શાનદાર તક મળશે.


એક પ્રેસ અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે એમએસ ધોની ક્રિકેટ એકેડમી (MSDCA) અમદાવાદમાં મોટા પાયે શરૂ થઇ રહી છે. જેમાં ક્રિકેટને ટ્રાન્સફોર્મ અને સ્ટાન્ડર્ડ પ્રમાણે કૉચિંગ અને ડેવલપ કરવામાં આવશે. આ એકેડમીમાં મૉર્ડન અને ટેકનોલૉજીથી સંયુક્ત સાધનો હશે, સાથે હાઇ ક્લાસ કૉચિંગ પણ આપવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે, અમદાવાદમાં બની રહેલી MSDCAનુ ગ્રાન્ડ લૉન્ચિંગ થશે, જોકે આ ઇવેન્ટમાં ધોનીની હાજરી નહીં હોય. આ અંગે મીડિયા અને અન્ય કેટલાકને ઓફિશિયલી જાણ કરવામાં આવી છે, હાલ આ એકેડમીનુ રજિસ્ટ્રેશનનુ કામ ચાલી રહ્યું છે.

આરકા સ્પૉર્ટ્સની સ્થાપના 21014માં થઇ હતી, ખાસ વાત છે કે આરકા સ્પૉર્ટ્સના મિહિર દિવાકર ભારતની અંડર-19 વર્લ્ડકપ વિનિંગ ટીમના સભ્ય પણ રહી ચૂક્યા છે.