અમદાવાદઃ શહેરમાં કોરોના વિસ્ફોટ બાદ એક જ દિવસમાં 17 માઈક્રો કન્ટેનમેન્ટ સ્થળ વધ્યા છે. 17 પૈકી આઠ નદીપારના સ્થળોના સમાવેશ કરાતા કુલ 105 સ્થળ માઈક્રોકન્ટેનમેન્ટમાં સમાવાયા છે.

દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ-પાંચ સ્થળોને નિયંત્રિત જાહેર કરવામાં આવ્યા છે. નવા સમાયેલા સ્થળમાં દક્ષિણ ઝોનના પાંચ, પશ્ચિમ ઝોનના બે, દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ, પૂર્વ ઝોનના ત્રણ, ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ, પૂર્વ ઝોનના ત્રણ, ઉત્તર-પશ્ચિમ ઝોનના એક અને ઉત્તર ઝોનના એક સ્થળનો સમાવેશ કરાયો છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાજ્ય સરકારે રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવદામાં તો શનિવાર અને રવિવારે પૂર્ણ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં શુક્રવારે રાતે નવા વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુનો અલમ કરાવવા માટે રાતના નવ વાગ્યા પહેલા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

અમદાવાદમાં કર્ફ્યુના અમલ માટે સાંજે સાત વાગ્યાથી જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણી શરૂ કરી દીધી હતી. રાત્રે આઠ વાગ્યે જ મોલ, દુકાનો બંધ થઈ ગઈ હતી. કર્ફ્યુના જાહેરાનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. દૂધ,દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છુટછાટ આપવામાં આવી છે.