અમદાવાદમાં શુક્રવારે રાતે નવા વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુનો અલમ કરાવવા માટે રાતના નવ વાગ્યા પહેલા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.


અમદાવાદમાં કર્ફ્યુના અમલ માટે સાંજે સાત વાગ્યાથી જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણી શરૂ કરી દીધી હતી. રાત્રે આઠ વાગ્યે જ મોલ, દુકાનો બંધ થઈ ગઈ હતી. કર્ફ્યુના જાહેરાનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. દૂધ,દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છુટછાટ આપવામાં આવી છે.

અમદાવાદમાં કર્ફ્યુનો અમલ થઈ ગયો છે ત્યારે સરકારે લોકોને કેટલીક રાહત પણ આપી છે. આ કર્ફ્યુ દરમિયાન શહેરમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી પંપ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એલપીજી સીલીન્ડરની ડીલીવરી પણ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

કફર્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ માટે જે લોકો હાજર રહેવાના હોય તેના લીસ્ટ સાથે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. રાજય સરકારે રાજયમાં લગ્નપ્રસંગમાં 200 લોકોને હાજર રહેવા માટે આપી છે છૂટછાટ.

કર્ફ્યૂના દિવસો દરમિયાન વિદ્યાર્થીએ પરીક્ષા આપવા જતી વખતે હોલ ટિકિટ કે આઈડી કાર્ડ સાથે રાખવાં પડશે. વાલીઓ તેમનાં સંતાનોને એક્ઝામ સેન્ટરે મૂકવા લેવા જઈ શકશે.

હેરમાંથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ચાંગોદર, સાણંદ, બાવળા, ધોળકા જતા નોકરિયાતવર્ગ વાહન લઈને જઈ શકશે, પણ સાથે જે તે કંપનીનું આઈકાર્ડ રાખવું ફરજિયાત છે.

એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરનાર કે જનાર મુસાફરે પોતાની પાસે ટિકિટ રાખવી પડશે. જે તે દિવસની ટિકિટ બતાવીને જઈ શકાશે. મ્યુનિ.એ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે એએમટીએસ અને બીઆરટીએસની બસ વ્યવસ્થા પણ ગોઠવી છે. એરપોર્ટથી ઉતરનાર મુસાફર કેબનો ઉપયોગ કરી શકાશે.