અમદાવાદઃ શહેરમાં ફરજ બજાવતા 17 SRP જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં ફરજ બજાવતા SRPના જવાનોને કોરોના થતા ફફડાટ વ્યાપ્યો હતો.  17 જવાનો કોરોના પોઝિટીવ આવતા 60 જવાનોની SRPની આખી કંપનીને ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી.


નોંધનીય છે કે ગોધરા A કંપનીના જવાનો અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા. આ તમામ જવાનનો 22 એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 17 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું હતું.




નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 151 નવા કોરોના કેસ નોંધાયા હતા.  આ સાથે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1652 પોઝિટીવ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ ગંભીર બનશે.