અમદાવાદાની નારોલ દેવી સિન્થેટિક નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટનાના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યાં છે તો અન્ય સાત લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાતમાંથી ત્રણની સ્થિતિ નાજુક છે.દુર્ઘટનામાં કમલ યાદવ અને લવકુશ નામના વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવારમાં પર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ ચાર લોકોની એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર ચાલી રહી છે. ચાર લોકોમાં મફુઝ અંસારી, મહેન્દ્રભાઈ, ઈશાદ ખાન અને મંગલ સિંઘ નામના વ્યક્તિનો સામાવેશ થાય છે. સવારે 10.30 વાગ્યે સલ્ફયુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા સમયે આ સમગ્ર ઘટના ઘટી હતી. ઘટનાની જાણતાં FSL અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે,પ્રાથમિક રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરાશે. પોલીસે કંપની નિયમોનું પાલન કરતી હતી કે નહીં તે દિશામાં તપાસ શરુ કરી છે.
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Oct 2024 02:37 PM (IST)
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. નારોલમાં દેવી સિન્થેટિક નામની કંપનીમાં ગેસ ગળતરના કારણે 2નાં મૃત્યુ થયા છે. 4ની હાલત ગંભીર
અમદાવાદ ગેસ ગળતરની ઘટનામાં 2નાં મૃત્યુ