અમદાવાદ:  અમદાવાદના કાંકરિયા ઝૂમાં પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્રમાં વધારો થયો છે. કાંકરિયા ઝૂમાં બંગાળથી બે વાઘ અને છ કાળિયાર લવાયા છે. બે વર્ષ અને બે માસની બે વાઘણને હાલ રંજન અને પ્રતિભા નામ આપવામાં આવ્યા છે.  બદલામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી ભારતીય શિયાળ,શાહુડી,ઇમુ અને સ્પૂનબિલ પ્રાણીઓને ઔરંગાબાદ ઝૂને સોપાયા છે. 


આ પ્રાણીઓનો મંગળવારે કોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થતા બહાર કઢાશે.  આ તરફ AMCએ જાહેરાત કરી કે કોઈ પણ દાતા આ પશુઓના ખર્ચ ઉઠાવવા માગતા હશે તો વાર્ષિક એકથી દોઢ લાખ રૂપિયા ચૂકવીને તેઓ પ્રાણીઓનું જતન કરી શકશે. 


આજથી આ બંને વાઘણને પ્રાણીસંગ્રહાલયમાં લોકોને જોવા માટે મૂકવામાં આવી છે. ઉપરાંત છ કાળિયારને પણ લાવવામાં આવ્યા છે.મેયર કિરીટ પરમાર ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર આર કે સાહુ સાથે આ બે વાઘણને આજે મુલાકાતીઓને નિહાળવા માટે ખૂલ્લા મૂક્યા હતા.


Gujarat: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગે  શું કરી આગાહી?


ખેડૂતો પરથી હજુ  માવઠાનું સંકટ નથી હટ્યું. આવતીકાલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે  આ આગાહી  કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 29 થી 31 માર્ચ વરસાદ પડશે.


આવતીકાલે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે.  30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.  આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.  પરંતુ 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે.  આજે રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું  છે.  સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદ અને રાજકોટમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  


Ahmedabad Corona Cases: અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ તંત્રએ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત


અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં એએમસીએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.