અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ફરીથી દર્દીઓની રિકવરીની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા 4 દિવસથી 500થી વધુ લોકો કોરોનાથી મુક્તિ મેળવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં કુલ 2354 લોકો કોરોનામુક્ત થયા છે. એટલું જ નહીં, છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં મૃત્યુઆંકમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે.


ગઈ કાલે 23મી જૂને કોરોનાનાના 549 કેસ નોંધાયા હતા. જેની સામે 604 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે કુલ 26 લોકોના મોત થયા હતા. 22મી જૂને કોરોનાના 563 કેસ નોંધાયા હતા. તેની સામે 560 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 21 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ગત 21મી જૂને 580 કોરોનાના કેસ નોંધાયા હતા. જેની સામે 655 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જ્યારે 25 લોકોના કોરોનાથી મોત થયા હતા. તેમજ 20મી જૂને 539 કેસો નોંધાયા હતા. તેની સામે 535 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 20 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા.