અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિસદ યોજી સુરક્ષા વ્યવસ્થાને લઈને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થાના સુચારુ આયોજન અને કાયદો વ્યવસ્થા અંગે પોલીસ બંધોબસ્તની સ્કીમ જાહેર કરશે. હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંધોબસ્તમાં તૈનાત રખાશે. પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના બંધોબસ્તમાં તૈનાત હશે.


સિનિયર અને અનુભવી પોલીસ અધિકારીઓને બંદોબસ્ત માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત ડ્રોનનો પણ ઉપયોગ કરવામા આવશે. હાલ પણ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. બોડી ઓમ કેમરાનો અને  ટ્રેઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસ કમીશનરે કહ્યું, અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં કોઈ ભકકાઉ પોસ્ટ કરવામાં ન આવે તે માટે 2 મહિનાથી સોશ્યલ મીડિયામાં વોચ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વર્ષે 30 જેટલા શણગારેલા  ટ્રકને શહેર પોલીસ ઇનામ આપશે. કુલ 3 લાખ રૂપિયાના અલગ અલગ ઇનામો આપશે.


રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત પોલીસ બંધોબસ્ત


1) IG/DIG - 9


2) SP/DCP - 36


3) ASP/ACP - 86


4) PI - 230


5) PSI - 650


6) ASI/HC/PC/LR - 11800


7) SRP - 19 કંપની (1330 પોલીસ જવાનો)


8) CAPF/RAF કંપની - 22 (1540 પોલીસજવાનો)


9) હોમગાર્ડ - 5725


10) BDDS ટીમ - 9


11) ડોગ સ્ક્વોડ - 13 ટિમો


12)  ATS ટીમ 1 


13) માઉન્ટેડ પોલીસ - 70


14) નેત્ર ડ્રોન કેમેરા - 4


15) ટ્રેસર ગન - 25


16) મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર - 4