અમમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે કોંગ્રેસ સામે જ કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીએ ગુજરાતની ચૂંટણીને લઈ ટ્વીટ કરતાં રાજકારણ ગરમાયું છે. સુર્યસિંહ ડાભીએ ટ્વીટ કરી  કોંગ્રેસની કામગીરીને લઈ ઉઠાવ્યા સવાલ. ભાજપ અને આપ ચૂંટણી મોડમાં છે, કોંગ્રેસ શું કરે છે ? કોંગ્રેસ લેથારજીક મોડમાં છે ? 






'હમારે ઉસ કચરે કો બીજેપી લેકર કરેગી ક્યા', 10થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવાની અફવા પર રઘુ શર્માનું મોટું નિવેદન


વેરાવળઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી અફવાઓ ચાલી રહી છે. આ અંગે પત્રકારો દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, હમે માલુમ હૈ કૌન છોડને વાલા હૈ. હમે યે ભી માલુમ હૈ, વો જીતને વાલા નહીં હૈ. ઉસ કચરે કો બીજેપી લેકર કરેગી ક્યા. આ સાથે તેમણે કોઈ કોંગ્રેસ નથી છોડવાનું તેવો દાવો પણ કર્યો હતો. 


વેરાવળ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે એવી અફવા ચાલી રહી છે, તેવા પત્રકારના પ્રશ્ન પર ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોઈ કોંગ્રેસ નહીં છોડ રહા. જીસકી જમીન ખીસક ગઈ, જીસકો આર્થિક લાભ લેના હૈ, જો બીજેપી કી લાલચ મૈં ફંસના ચાહતા હૈ ઓ પાર્ટી છોડતા હૈ. કોંગ્રેસ કા સમર્પિત કાર્યકર્તા, જો જમીની કાર્યકર્તા હૈ, જીસકી પક્કડ હૈ, વો આજ ભી કોંગ્રેસ કે સાથ હૈ. અભી મૈં કહના ચાહતા હું કે રાજ્યસભા કા ચૂનાવ આ રહા હૈ. બીજેપી ગુજરાત મૈં કર ક્યા રહી હૈ? જમીન તો ખીસક ગઈ. ગુડવીલ ખતમ હો ગઈ. ઇવેન્ટ મેનેજમેન્ટ કર રહી હૈ. ઇસ મહીને યે દો લોગો કો ખરીદના હૈ. અગલે મહીને યે દોનો કો ખરીદેં ગે. તાકી કોંગ્રેસ કા ટેંપો ખરાબ કરને કી રણનીતિ કે તહત ઐસા કીયા જા રહા હૈ.


તેમણે કહ્યું કે, હમે માલુમ હૈ કૌન છોડને વાલા હૈ. હમે યે ભી માલુમ હૈ, વો જીતને વાલા નહીં હૈ. ઉસ કચરે કો બીજેપી લેકર કરેગી ક્યા. વહાં કોઈ પૂછનેવાલા નહીં હૈ. ઔર યહાં હમ પૂરી મજબૂતી કે સાથ ચુનાવ લડેંગે. કોંગ્રેસ કા કાર્યકર્તા માલિક હોગા પાર્ટી કા. ઔર વો માલિક ચુનાવ લડાયેગા ઔર ઉનકા પ્રતિનિધિ ચુનાવ જીતેગા. એમએલએ માલિક નહીં હોંગા. યહી કામ કરી રહી હૈ કોંગ્રેસ ઇસ ટાઇમ ગુજરાત મૈં. જો આદમી ચૂનાવ નહીં જીત રહા હૈ. હમારે પાસ રિપોર્ટ હૈ. પૂરે ગુજરાત કે 182 વિધાનસભા ક્ષેત્ર કી રિપોર્ટ મેરે પાસ હૈ. કૌન જીત રહા હૈ ઔર કૌન નહીં જીત રહા હૈ હમ જાન રહે હે. બીજેપી ભી જાન રહી હૈ. લેકિન  ઐસે લોગો કો સામિલ કરકે આપ ઇવેન્ટ મેનેજમેન્ટ કરકે ખૂશ હોના ચાહતે હો તો આપકો મુબારક. ઇસસે હમારી જીત પર ઇસસે કોઈ ફરક નહીં પડને વાલા. 


આજે વેરાવળથી કોંગ્રેસે સોમનાથથી શંખનાદ નામે વિશાળ રેલી યોજી હતી. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પણ તેઓ ભાજપમાં જોડાવાના છે કે નહીં, તેવું પૂછાયો હતો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપમાં જવાની અટકળોનો અંત કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીની નેતાગીરી સાથે છું. પાર્ટી સાથે કોઈ અસંતોષ નથી. કોઈને કોઈ મિત્રો આવી વાતો ચલાવતા હોય છે. તેમણે ભાજપના નેતાઓ સાથેના ફોટા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને તેને સામાન્ય ગણાવ્યું હતું. 


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસબ્યો જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન છે. કોંગ્રેસે 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે.