અમદાવાદમાં કોરોનાના નવા 262 કેસ, 21ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 8945
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 May 2020 08:47 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે. 182 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે. 182 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 262 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 8945 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 576 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં હાલ કુલ 8945 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 576 લોકોના મોત થયા છે, જ્યારે 3023 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 25 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 21 લોકોના મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 395 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 239 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12141 પર પહોંચી છે અને 719 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.