શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા.
આ નિર્ણયનો આજથી તાત્કાલિક અમલ કરવામાં આવશે. શહેરના આ 27 વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
1. પ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા(કર્ણાવતી ક્લબ રોડ)
3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ(કોર્પોરેટ રોડ)
4. બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
5. SG હાઈવે
6. ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4 અને 5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઇસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગરોડ ઉપર
14. સીજી રોડ
15. લો ગાર્ડન(ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રી, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવ ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઇન રોડ
18. ડ્રાઇવ-ઈન રોડ
19 ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ(પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળીયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. આઇઆઇએમ રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ(બીઆરટીએસ કોરીડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સીનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડીલા સર્કલ- ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતીપુરા ક્રોસ રોડ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ