અમમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા રાજપથ ક્લબ ત્રણ રસ્તા પાસે બપોરે સ્વિફ્ટ કાર ચાલકે એશિયન ગ્રેનીટો ઈન્ડિયા લિમિટેડ (AGL) કંપનીના ડાયરેક્ટર કાળીદાસ પટેલના યુવાન પુત્ર ઋત્વિક પટેલના એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં ઋત્વિક પટેલને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત થતાં જ કાર 4 જેટલી પલટી મારી ડિવાઈડર કુદીને સામેના રોડ પર પટકાઈ હતી. કાર ચાલક કિશન પટેલને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એસજી હાઈવે ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી. ઋત્વિકના કરૂણ મોતને પગલે પરિવાર અને સગા સબંધીઓ શોકમગ્ન બની ગયા હતા.

આ અકસ્માત એટલો તો ગંભીર હતો કે કાર ચાર વાર પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર કુદીને સામેના રોડ પર પટકાઈ હતી. જ્યાં અન્ય એક વાહનચાલકને પણ અડફેટે લીધો હતો અને તેને પણ ઈજા થઈ હતી. કારની સ્પીડ 100ની ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ટ્રાફિક પોલીસની તપાસમાં ઘણી બાબતો સામે આવશે.

એસજી હાઈવે પર અકસ્માત થતાં જ લોકોનાં ટોલેટોળાં વળ્યાં હતાં અને ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે જોતાં એવું લાગે છે કારણ 100ની આસપાસ સ્પિટમાં હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.