અમદાવાદ: અમદાવાદના સાણંદના લોદરિયાળ ગામ નજીક એક ગંભીર ઘટના સામે આવી છે. લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મતૃદેહ મળી આવ્યા હતા. મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાના એંગલથી તપાસ શરુ કરી છે.
ઘરમાંથી મહિલા-બાળક અને પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બાળક-મહિલાની હત્યા બાદ પુરુષે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. પુરુષે બાળક અને મહિલાની કટરથી હત્યા કર્યાની આશંકા છે. બંનેની હત્યા બાદ પુરુષે પોતાના ગળા પર કટર ફેરવ્યું હોવાની આશંકા છે. પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે.
પુરુષ અને મહિલા બંનેના છૂટાછેડા થયા હોવાની માહિતી છે. બંને છેલ્લા ઘણા સમયથી લિવ ઈનમાં રહેતા હતા. પુરુષના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને મૃતક મહિલાના પતિ સાથે છૂટાછેડા થયા નહોતા. મૃતક પુરુષ અને મહિલા બંને લગ્ન કરવાના હતા. મહિલાનો પતિ છૂટાછેડા ન આપતા લગ્ન અટકી ગયા હોવાની વાત સામે આવી રહી છે.