અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીના મુદ્દે રાજ્ય સરકાર અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે ત્યારે શાળામાં ફીના વિવાદ વચ્ચે અમદાવાદ પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક પગલું ભર્યું છે. અમદાવાદના નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે.

નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 231 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. આ શાળાઓ દ્વારા પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા આપવા નિર્ણય લેવાયો છે. સંચાલકો દ્વારા કરાયેવી જાહેરાત પ્રમાણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે.

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં ફીને લઇને વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં અમદાવાદના પૂર્વ વિસ્તારની શાળાઓએ વાલીઓ ને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની અંદાજે 31 જેટલી શાળાઓ એ ત્રિમાસિક ફીમાં ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. નિકોલ નરોડા અને વસ્ત્રાલની ૩૧ જેટલી શાળાના સંચાલકોએ જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપી, ફીને લઈ ચાલતા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ નિર્ણયથી આ વિસ્તારની 31 શાળાના 50 હાજર જેટલા વિદ્યાર્થીઓને લાભ થવાનો છે. અંદાજે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને ૨૫ ટકા ફી લેખે એક અનુમાન મુજબ પાંચ કરોડની રકમ માફ થશે. સંચાલકોએ પણ સ્પષ્ટતા કરી છે કે જે વાલીઓએ આસો માસની ફી ભરી ચૂક્યા છે તેમને પણ ૨૫ ટકા વીમાં રાહતનો લાભ મળશે સાથે જ એ પણ દાવો કર્યો છે કે 31 શાળાઓ સિવાય હજુ પણ કેટલીક શાળાઓ છે કે જે 25 ટકા ફી માફીની જાહેરાતમાં જોડાશે.