Gujarat Rain: ગુજરાતના 33 જળાશયો 100 ટકા ભરાયા, જાણો સરદાર સરોવર ડેમ સહિત અન્યની સ્થિતિ

Gujarat Rain Update: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તારિખ ૧૯ જુલાઈએ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

Continues below advertisement

Gujarat Rain Update: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તારિખ ૧૯ જુલાઈએ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના ૩૩ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે ૪૯ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૨૫ થી ૭૦ ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના ૬૪.૪૦ ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે, તેમ સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

Continues below advertisement

 

અહેવાલમાં જણાવ્યાનુસાર, રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદ જિલ્લાના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ, જૂનાગઢના ઝાનજેશ્રી,  ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે. 

આ સિવાય હાલમાં ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયમાં ૬૧.૧૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૩૬.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૨.૨૬ ટકા, કચ્છના ૨૦ જળાશયમાં ૬૩.૬૧ ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ ૧૪૧ જળાશયમાં ૬૩.૮૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે, તેમ ફ્લડ કન્ટ્રોલ સેલ દ્વારા માહિતી આપવામાં આવી છે. 

 

ભારે વરસાદના કારણે રાજ્યના આ 65 રસ્તા બંધ

રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડની જેમ ત્રીજા રાઉન્ડમાં પણ  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગીરસોમનાથમાં બારે મેઘ ખાગાની સ્થિતિ છે, સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં  22 ઇંચ વરસાદ પડ્યો છો તો  ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ પંથકમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  માળીયા હાટીના, માંગરોળમાં ભારે વરસાદને હાલાકી સર્જી છે. માળીયા હાટીના પાસે આવેલ પુલ પર  પાણી ભરાઇ જતાં પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

વરસાદના કારણે અન્ય કેટલાક રસ્તા પણ બંધ કરવાની ફરજ પડી છે. તો આપ વરસાદમાં ટ્રાવેલ કરવાનુ વિચારી રહ્યાં હો તો ભારે વરસાદના કારણે પાણી ભરાતા રાજ્યના 65 રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં છે.

ભારે વરસાદના કારણે રાજ્યના 65 રસ્તાઓ બંધ

  • ભારે વરસાદને લીધે પંચાયત હસ્તકના 52 રસ્તા બંધ
  • રાજ્યના ચાર સ્ટેટ હાઈવે બંધ
  • રાજકોટનો એક, ગીર સોમનાથના બે સ્ટેટ હાઈવે બંધ
  • પોરબંદર જિલ્લાનો એક સ્ટેટ હાઈવે બંધ
  • રાજ્યના અન્ય નવ માર્ગો પણ વરસાદને લીધે બંધ
  • માળીયા હાટીના પાસે આવેલ પુલ પર  પાણી ભરાઇ જતાં પુલ બંધ                   

સૌરાષ્ટ્રમાં પણ બારેમેઘ ખાંગાની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસતા  કેટલાક ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે. જેને લઇને રાજકોટ જિલ્લામાં 55 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના તાલાલામાંથી 160 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વેરાવળ તાલુકામાંથી  અત્યાર સુધીમાં 305 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

Continues below advertisement
Sponsored Links by Taboola