છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણથી વધુ 13 લોકોના મૃત્યુ થયા છે. વધુ 319 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણના સામે આવ્યા નવા 25 કેસ. જિલ્લામાં કુલ 47 હજાર 653 લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત
દેશના છ શહેરોમાં કોરોનાથી સૌથી ઉંચો 4.1 ટકા મૃત્યુદર અમદાવાદમાં નોંધાયો છે. અત્યાર સુધી 1 હજાર 968 દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થયા છે. દેશના કુલ મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા સ્થાને છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે તો ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1487 નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે 17 દર્દીના મોત થયા છે. 1234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રિકવરી રેટ 91.09 ટકા થયો છે.