અમદાવાદ: દિવાળી બાદ કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો છે. સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન પણ સતત વધી રહ્યા છે. કોરોના કેસ વધતા ફરી એકવાર અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન તંત્ર એક્શનમા આવ્યું છે. વધુ 22 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે.


હાલની સ્થિતિ મુજબ શહેરના 111 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. જુના 6 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કારવામાં આવ્યા છે અને નવા 22 સ્થળ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. બોપલ વિસ્તારનો ઇસ્કોન પ્લેટીનામાં 1150 લોકોની વસ્તી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. બોપલ વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થયો છે.

નવા ઉમેરાયેલા 22 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી


એએમસી દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને શંકાસ્પદ વ્યક્તિઓના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે.







કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદમાં લાદવામાં આવેલ 57 કલાકના કર્ફ્યુનો અંત આવ્યો છે. અમદાવાદમાં સવારે છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી તમામ વેપાર,ધંધા, રોજગાર યથાવત રહેશે. જ્યારે આજે રાત્રે નવ વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે.